મોરબી : મોરબીમાં ગઈ કાલે મંગળવારે વધુ 10 લોકોના સેમ્પલ લઈને કોરોનાના રિપોર્ટ માટે મોકલવામાં આવ્યા છે. આ ઉપરાંત એક રિજેક્ટ થયેલ સેમ્પલનું રિપીટ સેમ્પલ લઈ મોકલાયું હતુ. જે તમામ 11 સેમ્પલના કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. જે મોરબી માટે રાહતની વાત છે. મોરબીમાં ગઈકાલે લેવાયેલા સેમ્પલમાં મોરબી સિવિલ હોસ્પિટલમાં શંકાસ્પદ લક્ષણો સાથે દાખલ થયેલા માળિયાના 9 વર્ષના બાળકના સેમ્પલ લેવાયા છે. જ્યારે મોરબી હોસ્પિટલમાં અન્ય સારવાર માટે આવેલા 6 લોકો અને ક્રિષ્ના હોસ્પિટલમાં 3 લોકોના સેમ્પલ લેવામાં આવ્યા હતા. આ ઉપરાંત એક રિજેક્ટ થયેલ સેમ્પલ રિપીટ લેવાયું હતું. આ તમામ 11 લોકોના સેમ્પલનો રિપોર્ટ આજે આવ્યો હતો. અને તમામ રિપોર્ટ નેગેટિવ આવતા મોરબીમાં રાહતની લાગણી ફેલાઇ હતી. મોરબી જિલ્લાની કોરોના વાયરસની સચોટ અપડેટ અને સ્થાનિક સમાચારો માટે Morbi Update ની એપ્લિકેશન ડાઉનલોડ કરો અને મેળવતા રહો પળેપળની અપડેટ... https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news તેમજ Morbi Update નું ફેસબુક પેઈજ લાઈક કરી, જુઓ સ્થાનિક સમાચારોની સાથે મોરબીના લાઈવ વિડિઓ... https://www.facebook.com/morbiupdate/