નવી નક્કોર લાઈટો શોભાના ગાંઠિયા સમાન બની, રાત્રિના સમયે અંધારપટ છવાતા વાહનચાલકોને ભારે હાલાકીમોરબી અપડેટ : મોરબી પંથકમાં લોકોની સુવિધા માટે કરવામાં આવતા વિકાસના કામોમાં યોગ્ય જાળવણીના અભાવે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. મોરબી નજીક આવેલા શનાળાથી રાજપર સુધીના માર્ગ પર થોડા સમય પહેલા જ નાખવામાં આવેલી નવી સ્ટ્રીટ લાઈટો છેલ્લા ઘણા દિવસોથી બંધ હાલતમાં હોવાથી લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.પ્રાપ્ત વિગતો અનુસાર, શનાળા અને રાજપર વચ્ચેના માર્ગ પર રાત્રિના સમયે વાહનચાલકો અને રાહદારીઓને મુશ્કેલી ન પડે તે હેતુથી થોડા સમય પહેલા જ તંત્ર દ્વારા નવી સ્ટ્રીટ લાઈટો નાખવામાં આવી હતી. પરંતુ આ નવી લાઈટો થોડા જ સમયમાં બંધ પડી ગઈ છે. છેલ્લા ઘણા દિવસોથી આ સમગ્ર માર્ગ પર રાત્રિના સમયે ઘોર અંધારપટ છવાઈ જાય છે.સ્ટ્રીટ લાઈટો બંધ હોવાના કારણે રાત્રિના સમયે આ માર્ગ પરથી પસાર થતા ટુ-વ્હીલર ચાલકો અને રાહદારીઓને અકસ્માતનો ભય સતાવી રહ્યો છે. લોકોની સુવિધા માટે નાખવામાં આવેલી આ લાઈટો હાલ શોભાના ગાંઠિયા સમાન બની ગઈ છે. સંબંધિત તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે આ બંધ પડેલી સ્ટ્રીટ લાઈટોનું રીપેરીંગ કાર્ય કરાવીને સત્વરે ચાલુ કરવામાં આવે તેવી સ્થાનિકો અને વાહનચાલકો દ્વારા માંગ કરવામાં આવી રહી છે.#Morbi #Shanala #Rajpar #StreetLight #MorbiNews #MorbiUpdates #PublicIssue #GujaratNews