મોરબી : મોરબી સમસ્ત દશનામ ગોસ્વામી સમાજનો તેજસ્વી વિદ્યાર્થી સન્માન સમારોહ આગામી તારીખ 21ને રવિવારના રોજ સાંજે 4:30 કલાકે ગોસ્વામી સમાજ વાડી, લીલાપર રોડ, મોરબી મુકામે રાખવામાં આવ્યો છે. મોરબી સમસ્ત દશનામ ગોસ્વામી સમાજના વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ આગામી રવિવારે યોજાનાર છે. તો સમસ્ત દશનામ ગોસ્વામી સમાજના લોકોને સહકુટુંબ આ કાર્યક્રમનો લાભ લેવા માટે આયોજકો દ્વારા અનુરોધ કરાયો છે. આ સન્માન સમારોહમાં કે જી થી કોલેજ સુધીના વિદ્યાર્થીઓને પ્રથમ તથા બીજા ક્રમાંકે આવનારને શિલ્ડ તથા બાકીના દરેકને પ્રોત્સાહન ઇનામ આપવામાં આવશે. આ સન્માન સમારોહ માં સંતો - મહંતો ગોસ્વામી સમાજ ના આગેવાનો, રાજકીય તેમજ સામાજિક આગેવાનો ઉપસ્થિત રહેશે એમ પ્રમુખ ગુલાબગીરીની યાદીમાં જણાવાયું છે. આપણું મોરબી..આપણો રેડીઓ.. Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો.. Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne