મોરબી : ઓબીસી એકતા પરિષદ દ્વારા આવતીકાલે તા.31 ના રોજ બુધવારે સવારે 11 વાગ્યે મોરબી જિલ્લા કલેકટર મારફત દેશમાં ઓબીસી સમુદાયની વસ્તી ગણતરી કરવા બાબતે વડાપ્રધાનને આવેદનપત્ર આપવાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં ઓબીસી સંગઠનના કાર્યકરો, જ્ઞાતિ મંડળના આગેવાનોને કાલે બુધવારે સવારે 11 વાગ્યે જિલ્લા કલેકટરની ઓફિસે હાજર રહેવા અનુરોધ કરાયો છે. આ કાર્યક્રમ અંગે વિશેષ જાણકારી માટે ઓબીસી એકતા પરિષદ પ્રમુખ વિઠ્ઠલભાઈ બોળીયા-9033273475 તેમજ સંસ્થાપક વેરસીભાઈ ગઢવી-9427210383 અને રામજીભાઈ મેવાડા-9428788426 નો સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.