અગાઉ 3 આરોપી અને 1 કિશોર ઝડપાયા હતા, મુખ્ય આરોપી નાસ્તો ફરતો હતો જેને LCB એ પકડી પાડ્યોમોરબી : મોરબી તાલુકાના જેતપર અને ચકમપર ગામની સીમમાં પરપ્રાંતીય ખેતમજૂરોને નિશાન બનાવી લૂંટના ઈરાદે ઘૂસી, મહિલાઓ પર સામૂહિક દુષ્કર્મ આચરવાના ગંભીર ગુનામાં નાસ્તા ફરતા મુખ્ય આરોપીને મોરબી ક્રાઈમ બ્રાન્ચ (LCB) એ ઝડપી પાડ્યો છે. ગત તારીખ 04/06/2026ના રોજ રાત્રે 10:30 વાગ્યે જેતપર ગામની સીમમાં અને તારીખ 05/06/2026 ના રોજ રાત્રે 2 વાગ્યે ચકમપર ગામની સીમમાં આ ગેંગે આતંક મચાવ્યો હતો. 5 સભ્યોની દેવીપૂજક ગેંગે છરી અને ધોકા સાથે રાત્રીના સમયે એકલદોકલ ખેતમજૂરોને નિશાન બનાવ્યા હતા. લૂંટના ઈરાદે ગયેલા આ શખ્સોને દાગીના ન મળતા તેમણે છરીની અણીએ બે મહિલાઓ પર તેમના પતિની સામે જ સામૂહિક દુષ્કર્મ આચર્યું હતું. આ ગુનામાં અગાઉ 3 આરોપીઓ અને 1 કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોરને પકડી લેવામાં આવ્યા હતા.આ ગુનાનો મુખ્ય આરોપી દિનેશ મધુભાઈ જખાનીયા (દેવીપૂજક, રહે. માથક, તા. હળવદ, જિ. મોરબી) ગુનો આચર્યા બાદ નાસ્તો ફરતો હતો. LCB અને પેરોલ ફર્લો સ્ક્વોડને ખાનગી બાતમી મળી હતી કે આરોપી મોટરસાયકલ પર ધ્રોલથી ભાદરા પાટીયા થઈ આમરણ તરફ આવનાર છે. જેના આધારે ચોક્કસ જગ્યાએ વોચ ગોઠવીને આરોપીને પકડી પાડવામાં આવ્યો છે. પોલીસે આરોપી પાસેથી 1 મોબાઈલ ફોન (કિંમત રૂ. 5,000) અને ગુનામાં વાપરેલ મોટરસાયકલ નંબર GJ 36 AB 5694 (કિંમત રૂ. 15,000) મળી કુલ રૂ. 20,000 નો મુદ્દામાલ કબજે કરી આરોપીને મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે સોંપેલ છે. પકડાયેલ આરોપીનો ગુનાહિત ઇતિહાસ પણ છે, જેમાં અગાઉ વાંકાનેર અને ધ્રાંગધ્રા તાલુકામાં પણ તેના પર ગુના નોંધાયેલ છે.પોલીસનો પ્રજાજોગ સંદેશમોરબી પોલીસે ખેડૂતોને અપીલ કરી છે કે સીમમાં રહેતા મજૂરો માટે મજબૂત દરવાજા વાળા મકાનોની વ્યવસ્થા કરવી.સીમમાં છૂપી રીતે બહારથી આવતી વ્યક્તિઓ પર નજર રાખવી અને સુરક્ષા માટે CCTV કેમેરા લગાવવા.રાત્રીના સમયે રોકડ કે દાગીના સાથે ન રાખવા.મહિલા મજૂરોની રાત્રી રોકાણની વ્યવસ્થા શક્ય હોય તો ગામમાં લોકો વચ્ચે કરાવવી જેથી આવા ગંભીર ગુનાઓ અટકાવી શકાય.કામગીરી કરનાર ટીમઆ કામગીરી પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડીયા અને પોલીસ અધિક્ષક મુકેશ પટેલના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી હતી. જેમાં ઇન્ચાર્જ PI એસ.પી. જાડેજા, PSI બી.ડી. ભટ્ટ, PSI વી.જી. માલાણી, ASI સુરેશભાઈ હુંબલ, હેડ કોન્સ્ટેબલ ચંદુભાઈ કાણોતરા, શક્તિસિંહ ઝાલા તથા કોન્સ્ટેબલ દશરથસિંહ પરમાર, ભગીરથસિંહ ઝાલા અને પ્રદિપસિંહ ઝાલા સહિતના પોલીસ કર્મીઓ જોડાયા હતા.#Morbi #MorbiPolice #MorbiUpdate #LCBMorbi #CrimeNews #GujaratPolice #MorbiCrimeBranch #Arrest