મોરબી : મોરબીના વણકર વાસમાં રહેતા યુવાને કોઈ કારણોસર ગળેફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું હતું. આ બનાવની મોરબી સીટી એ ડિવીજન પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર મોરબીની જુની સબ જેલ સામે આવેલ વણકર વાસમાં રહેતા કુનાલ હરીશભાઇ મકવાણા (ઉ.વ-૧૮) નામના યુવાને તા.૨૧ ના રોજ પોતાના ઘરે કોઇ પણ કારણોસર ગળે ફાસો ખાઇને આપઘાત કરી લીધો હતો. બાદમાં તેના મૃતદેહને મોરબીની સિવિલ હોસ્પિટલમાં પીએમ અર્થે ખસેડાયો હતો. એ ડિવિઝન પોલીસે આ બનાવની નોંધ કરી યુવાને ક્યાં કારણોસર આપઘાત કર્યો તે જાણવા મૃતકના પરિવારજનોના નિવેદનો નોંધવાની કાર્યવાહી હાથ ધરી છે.