Morbi: મોરબી જિલ્લામા ઉનાળાના આગમન સાથે ગરમીનું પ્રમાણ વધ્યુ છે. આકરી ગરમી વચ્ચે જિલ્લામા વાયરલ બીમારીનું પ્રમાણ વધ્યુ છે. આ સાથે મોરબી જિલ્લામા સીઝનલ ફ્લુના કેસોમાં વધારો જોવા મળ્યો છે. જેને લઇ જીલ્લા આરોગ્ય કચેરી દ્વારા ફ્લૂ થવાના કારણો અને ઉપાયો જણાવવામાં આવ્યા છે.સિઝનલ ફ્લૂ થવાના કારણોશરદી, ખાસી અને ગળામા દુખાવો તેમજ ભારે તાવ, શરીર તુટવુ અને નબળાઈ, ઝાડા કે ઝાડા ઉલ્ટી થવા, શ્વાસ ચડવો જેવા ન્યુમોનીયાના લક્ષણો જોવા મળતા હોય છે.સિઝનલ ફ્લૂથી બચવાના ઉપાયો:ઉધરસ છીંક આવે ત્યારે તમારૂં મોઢું અને નાક રૂમાલ કે કપડાથી ઢાંકો, લોકો એકઠાં થાય તેવી ભીડભાડવાળી જગ્યાએ જવાનું ટાળો, નાક,આંખ કે મોઢાને અડકતા પેહલા અને પછી તમારા હાથ વારંવાર સાબુથી ધુઓ, હાથ મિલાવવાનીના બદલે નમસ્કારની મુદ્રાથી અભિવાદન કરો, છીંક કે ઉધરસ આવે તો હાથમાં ન ખાતા પોતાની બાયમાં ખાવાનો પ્રયત્ન કરો, ખુબ પાણી પીઓ પોષ્ટિક આહાર અને પુરતી ઉંઘ લો, તાવ ,ઉધરસ ગળું ખરાબ અને શ્વાસ લેવામાં તકલીફ થતી હોય ત્યારે તાત્કાલીક ડોકટરનો સમ્પર્ક કરો, સીઝનલ ફ્લુની દવા તમામ સરકારી દવાખાનામાં વિના મુલ્યે મળે છે.