મોરબી : મોરબીના નારણકા ગામે ૭૦માં પ્રજાસત્તાકપર્વ સૌપ્રથમ રાષ્ટ્રગાન શરૂ કરીને ભાવનાબેન બોખાણી તથા ધારાબેન મેરજાના વરદ હસ્તે રાષ્ટ્રધ્વજને સલામી આપવામાં આવી હતી નારણકા પ્રાથમિક શાળાના વિદ્યાથીઓ દ્વારા પેટ પકડીને હસાવતું નાટક, બેટી હું મે બેટી, આપણા મલકમાં માયાળુ માનવી, મનુષ્ય તું બડા મહાન હૈ, સંદેશે આતે હૈ... જેવા દેશભક્તિ ગીતો રજુ કરવામાં આવેલ હતા આ સાથે સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા. આ તકે નારણકા ગામની પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા તમામ વિદ્યાથીઓને તથા આંગણવાડીના બાળકોને નારણકા ગામના સ્વ.મોહનભાઇ રૂગનાથભાઇ મેરજા ના પરિવાર તરફથી બેગ આપવામાં આવેલ તેમજ નારણકા યુવા ગુપ્ર તરફથી વિદ્યાથીઓને નોટબુક-પેન વિતરણ કરેલ તથા ઉચ્ચ અભ્યાસ કરી ગામનું ગૌરવ વધારનાર તમામ દિકરીઓનું શાલ ઓઢાડી સન્માનિત કરવામાં આવેલ તેમજ દાતાઓશ્રી તરફથી બાળકોને રોકડ રકમ આપી પ્રોત્સાહિત કરાયા પ્રજાસત્તાક પર્વની ઉજવણીના પ્રસંગે સંરપંચશ્રી ભગવતીબેન રમેશભાઇ મેરજા ઉપસંરપંચ યોગેશભાઇ મેરજા, તલાટીક્રમમંત્રી ડી.પી જાડેજા, આચાર્યશ્રી પ્રાણજીવન પૈજા શિક્ષકગણ, તથા બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en