OBC અને EWS કેટેગરીના વિદ્યાર્થીઓ માટે તદ્દન ફ્રી કોચિંગની સુવિધા; 10 તારીખ સુધી એડમિશન પ્રક્રિયા રહેશે ચાલુ મોરબી અપડેટ: મોરબીના યુવાનોનું સરકારી ઓફિસર બનવાનું સપનું હવે ઘરઆંગણે જ સાકાર થશે. મોરબીની પી.જી.પટેલ કોલેજ અને ગુજરાતમાં વર્ષોથી આગવી ઓળખ ધરાવતા જ્ઞાનગંગા એજ્યુકેશન ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે વિદ્યાર્થીઓ માટે GPSC Foundation Batch (બેઝિક કોર્સ) શરૂ કરવામાં આવી રહી છે.સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે આ એક સુવર્ણ તક છે. આ ક્લાસ EWS (ઓપન કેટેગરી) સર્ટિફિકેટ અને OBC કેટેગરી ધરાવનાર વિદ્યાર્થીઓ માટે સંપૂર્ણ ફ્રી રહેશે. જ્યારે બાકીના તમામ ઉમેદવારો નોમિનલ ફી સાથે આ બેચમાં જોડાઈ શકશે.આ ફાઉન્ડેશન બેચમાં જોડાનાર વિદ્યાર્થીઓને અનેક ઉત્તમ સુવિધાઓ મળશે. જેમાં વિષય નિષ્ણાત ફેકલ્ટી દ્વારા માર્ગદર્શન, ફ્રી પુસ્તકોનો સેટ, રેગ્યુલર OMR ટેસ્ટ, પર્સનલ કાઉન્સેલિંગ અને ફ્રી ઈ-બુક સપોર્ટનો સમાવેશ થાય છે.મોરબીના વિદ્યાર્થીઓને હંમેશા કેરિયરલક્ષી ઉચ્ચ શિક્ષણ આપવા માટે પી.જી.પટેલ કોલેજ કટિબદ્ધ છે. આ મોરબીની એકમાત્ર એવી કોલેજ છે જ્યાં B.Com અને BBA કોર્સની સાથે CA (JK Shah Class Mumbai)નું કોચિંગ પણ આપવામાં આવે છે. હવે સિવિલ સર્વિસમાં આગળ વધવા માંગતા વિદ્યાર્થીઓ માટે આ GPSC ક્લાસ શરૂ થવાથી મોરબીના શિક્ષણક્ષેત્રમાં વધુ એક યશકલગી ઉમેરાઈ છે. એડમિશન પ્રક્રિયા આગામી 10 તારીખ સુધી જ ચાલુ રહેશે, ત્યારબાદ એડમિશન મળશે નહીં. એડમિશન માટે સંપર્કની વિગતો:સ્થળ: પી. જી. પટેલ કોલેજ, મહેશ હોટેલ પાસે, શનાળા રોડ, મોરબીસમય: બપોરે 12:15 થી 02:15સંપર્ક નંબર: +918780793526#Morbi #MorbiUpdate #PGPatelCollege #GPSC #CompetitiveExams #GPSCCoaching #MorbiNews #EducationNews #FreeCoaching #GPSCPreparation #GujaratExams #GyangangaEducationTrust