મોરબીના જુના રફાળેશ્વર રોડ ઉપર આવેલા સિરામિક એકમમાં કોલસાના ઢગલામાં દબાઈ જતા મજુરનું મોત નીપજ્યું હોવાનો બનાવ સામે આવ્યો છે. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. મોરબીના જુના રફાળેશ્વર રોડ પર આવેલ મીલેનીયમ વીટ્રીફાઈડ નામના કારખાનામાં કોલસાનું કામ કરતી વેળાએ અનીલ કૈલાસ ભાંભોર (ઉ.૨૦) કોલસાના ઢગલામાં દબાઈ જતા તેનું મોત નીપજ્યું હતું.બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. આપણું મોરબી..આપણો રેડીઓ.. Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો.. Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne