મોરબી : મોરબીમાં નવા બનતા બંગલામાં પ્રથમ માળેથી રમતા રમતા નીચે પડી જવાથી ગંભીર ઇજા થવાથી માસુમ બાળાનું મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાંથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર મોરબીના લીલાપર રોડ પર રામકો બંગલોઝ પાસે નવો બંગલો બની રહ્યો છે. જેમાં આ નવા બંગલામાં મજૂરી કામ કરતા શ્રમિક પરિવારની આરતીબેન મહેશભાઈ મહિડા નામની બે વર્ષની માસુમ બાળકી ગત તા.4 ના રોજ આ બંગલાના પ્રથમ માળે રમતી હતી. ત્યારે અકસ્માતે નીચે પડી જતા તેણીને ગંભીર ઇજા થવાથી પ્રથમ મોરબી બાદ વધુ સારવાર અર્થે રાજકોટ ખસેડાઇ હતી. જ્યાં માસુમ બાળકીનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. આ બનાવના રાજકોટ તરફથી કાગળિયા આવતા મોરબી એ ડિવિઝન પોલીસે આ બનાવની નોંધ કરી તપાસ હાથ ધરી છે. Morbi Updateની એક લાખથી વધુ એપ્લિકેશન ડાઉનલોડ કરવા બદલ મોરબીવાસીઓનો દિલથી આભાર. મોરબી અપડેટના સમાચારો સરળતાથી મેળવવા અને વાંચવા માટે અમારી Morbi Update એપ્લિકેશન પ્લેસ્ટોરમાંથી ડાઉનલોડ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના સ્થાનિક સમાચારો : એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો. https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en_IN ખાસ નોંધ : મોરબી અપડેટના ભળતા નામથી મોરબીમાં અમુક વેબ સાઈટ ચાલી રહી છે. તો વાચકોને નમ્ર અપીલ છે કે મોરબી અપડેટના નામે સમાચાર કે જાહેરખબર આપતા પેહલા પૂરતી ખરાઈ કરી લેવી. વધુ વિગત માટે સંપર્ક : 9227432274