મોરબી : મોરબી તાલુકાના રંગપર ગામમાં ફેક્ટરીમાં મશીનના બેલ્ટમાં આવી જતા બાળકનું મોત થયું છે. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધ કરવામાં આવી છે. ગઈકાલે તા. 21ના રોજ રંગપર ગામ પાસે સનબ્રાઈટ કારખાનામાં રહીને ત્યાં કામ કરતા સંજયંભાઈ દાયમાના પાંચ વર્ષના પુત્ર અર્જુનનું કારખાનામાં મશીનના બેલ્ટમાં આવી જતા મૃત્યુ નીપજ્યું છે. પોલીસે બનાવ અંગે કાયદેસરની કાર્યવાહી કરેલ છે.