ખેડૂતોએ હાજર રહેવા કોંગ્રેસની અપીલ મોરબી : આગામી તા. 4 ડિસેમ્બરના રોજ ગુજરાતના તમામ જિલ્લા મથકે 3 કૃષિ-બિલના વિરોધમાં અને ખેડૂત આંદોલનના સમર્થનમાં કૉંગેસ પાર્ટી ધારણા કરશે. ત્યારે મોરબીમાં કોંગ્રેસના અગ્રણીઓ અને કાર્યકર્તાઓ આવતીકાલ તા. 4ના રોજ ખેડૂત કૃષિ-બીલના વિરોઘમા અને પંજાબ ખેઙુતના સમર્થનમા મોરબી જિલ્લા કલેક્ટર જે. બી. પટેલને આવેદનપત્ર આપવા જશે. આ આવેદનપત્ર આપવા માટે સવારે 10 કલાકે નવા બસ સ્ટેશન નજીક સરદાર વલ્લભભાઈ પટેલના સ્ટેચ્યુ ખાતેથી કોંગ્રેસ અને ખેડૂતો કલેક્ટર જશે. ત્યારે મોરબીના ખેડૂતો બહોળી સંખ્યામાં હાજર રહે તેવી કોંગ્રેસ દ્વારા અપીલ કરવામાં આવી છે.