મોરબી : મોરબીના રામચોક પાસેના ઢાળીયા પાસેની શેરીમાં આજે એક કારમાં આગ લાગી હતી અને જોતજોતામાં કારનો આગળનો ભાગ ભડભડ સળગવા લાગ્યો હતો. કારમાં અચાનક આગ લાગતા થોડીવાર માટે અફડાતફડી મચી ગઇ હતી. જો કે સ્થાનિકોએ આગ બુઝાવવા માટેના પ્રયાસો હાથ ધર્યા હતા. તેમજ આ બનાવની જાણ થતાં ફાયર બ્રિગ્રેડ સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો અને કાર પરની આગને કાબુમાં લેવા સઘન પ્રયાસો હાથ ધર્યા હતા. જો કે કારમાં આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી અને આ આગની ઘટનામાં સદનસીબે જાનહાની ન થયાનું જાણવા મળે છે.