પોલીસે ઘટના સ્થળે પહોંચી તાપસ હાથ ધરીમોરબી : મોરબીના રવાપર - ઘુનડા રોડ પર પ્લેટીનિયમ પાર્ટી પ્લોટ પાસે ત્યાંથી પસાર થતા લોકોને એક અજાણ્યા પુરૂષની લાશ જોવા મળી હતી. જે અંગે પોલીસને જાણ કરતા એ ડિવિઝન પોલીસે તપાસ શરૂ કરી છે.મોરબીના રવાપર - ઘુનડા રોડ પર આજે સવારે આવેલ પ્લેટીનિયમ પાર્ટી પ્લોટ પાસે અવાવરું જગ્યાએ એક અજાણ્યા પુરુષની લાશ હોવાની સ્થાનિકોએ પોલીસને જાણ કરતા એ ડિવિઝન પોલીસે ઘટના સ્થળે પહોંચી તાપસ શરૂ કરી છે . આ અંગે પીઆઇ હકુમતસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે પુરુષની લાશ છે અને બે દિવસથી પડી એવું અનુમાન છે અને કૂતરા સહિતના જનાવરોએ હાથ, મોઢું સહિત ચૂથી નાખેલ હાલતમાં જોવા મળી છે અંદાજીત 55 વર્ષના પુરુષની લાશ છે અને હાલ લાશને હોસ્પિટલે ખસેડી પીએમ સહિતની કાર્યવાહી કરી મૃતકની ઓળખ મેળવવા તપાસ ચાલુ હોવાનું જણાવ્યું હતું.