મોરબી : મોરબી સર્કલ પોલીસ ઇન્સ્પેક્ટરની ટીમ દ્વારા મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ગુન્હામાં સગીરાને અપહરણ કરી લઇ જતા આરોપી તથા ભોગ બનનારને ગણતરીના કલાકોમાં શોધી કાઢવામાં આવ્યા છે. મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ગત તા. 12ના રોજ નોંધાયેલ ગુન્હા મુજબ આરોપી સગીર વયની ભોગ બનનારને અપહરણ કરી લઇ ગયેલ હોય. તેની તપાસ પોલીસને મળેલ બાતમી આધારે તેમજ ટેકનિકલ સોર્સ દ્વારા આરોપી અને સગીરાને મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના જોધપર નદી ગામના સીમ વિસ્તારમાથી શોધી કાઢ્યા હતા. તેમજ બંનેને સી.પી.આઇ. કચેરી ખાતે લાવવામાં આવેલ હતા અને તેઓની કોવિડ-19 સબંધી જરૂરી મેડીકલ તપાસણી કરાવી આગળની કાયદેસરની કાર્યવાહી કરી હતી. આરોપીને પોક્સો કોર્ટ - મોરબી સમક્ષ રજુ કરતા જેલ હવાલે કરેલ છે. તેમજ ભોગ બનનારને તેના માતાપિતાને સોંપવામાં આવેલ છે. મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર.. નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો.. https://t.me/morbiupdate