માળીયા(મી.) : છેલ્લા આઠ વર્ષથી ફરાર પાસા વોરંટના આરોપીને માળીયા મીયાણા પોલીસે ઝડપી લઇ સુરત જેલ ખાતે મોકલી આપેલ છે. પ્રાપ્ત વિગત મુજબ મોરબી જિલ્લાના પાસા વોરંટના આરોપીઓને શોધી કાઢવાની સુચના અન્વયે માળીયા મીયાણા પોલીસે બનાસકાંઠા એસ.ઓ.જી શાખામાં ફરજ બજાવતા હસમુખભાઈ ફૂલચંદભાઈ પોલીસ હેડ કોન્સ્ટેબલના સંપર્કમાં રહી આરોપી પ્રવીણ અમૃતલાલ બારોટ (ઉં.વ.42 રહે.મલાણા, તા.પાલનપુર જી. બનાસકાંઠા) વાળાને પોતાના વતનમાંથી ટેકનીકલ માધ્યમોનો ઉપયોગ કરી ઝડપી લીધો છે.અને આરોપીને સુરત જિલ્લા જેલ ખાતે ધકેલી દીધો છે. આ કામગીરીમાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર બી.ડી.જાડેજા, પોલીસ હેડ કોન્સ્ટેબલ ક્રિપાલસિંહ ચાવડા,વિશ્વરાજસિંહ ઝાલા રમેશભાઈ ગોહિલ તથા દેવેન્દ્રસિંહ જાડેજા જોડાયા હતા.