મોરબી : 2017ની સાલમાં મોરબી સીટી એ.ડીવીમાં આઈ પી સીની ધારા 406, 420, 114 હેઠળ નોંધાયેલા ગુન્હાના આરોપીને મોરબી એલ સી બી તેમજ પેરોલ ફર્લો સ્ક્વોડે ઝડપી પાડ્યો છે. સાલ 2017માં મોરબી સીટી એ. ડીવી. પોલીસ સ્ટેશનમાં વિશ્વવાસઘાત તેમજ ઠગાઈના નોંધાયેલા ગુન્હામાં આરોપી ભાવેશ ચંદ્રકાન્ત જોષી રહે, વૃજભૂમિ સોસાયટી, જી.ઇ.બીની સામે, વિઠ્ઠલપ્લાઝાની પાછળ, નવા નરોડા, અમદાવાદ, પાછલા બે વરસથી નાસતો ફરતો હતો. ઉપરોક્ત આરોપી અંગે હકીકત મળતા એલ.સી.બી. તેમજ પેરોલ ફર્લોના એ.એસ.આઈ હીરાભાઈ ચાવડા, પો. કોન્સ. સહદેવસિંહ જાડેજાએ કામગીરી કરી આરોપીને ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે. આપણું મોરબી..આપણો રેડીઓ.. Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો.. Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news