મોરબી: નવયુગ કોલેજ ખાતે એનએસએસ યુનિટ દ્વારા થેલેસેમિયા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. ગત તારીખ 21 નવેમ્બરના રોજ નવયુગ કોલેજ ખાતે એનએસએસ યુનિટ દ્વારા થેલેસેમિયા કેમ્પનું આયોજન કરાયું હતું. આ કાર્યક્રમમાં પ્રોગ્રામ ઓફિસર રાજ પંડિત દ્વારા થેલેસેમિયા અંગે વિદ્યાર્થીઓને જાગૃત કરવામાં આવ્યા હતા. નવયુગ સંસ્થાના પ્રમુખ પી.ડી. કાંજિયા તથા મેનેજિંગ ટ્રસ્ટી બળદેવ દ્વારા આ કાર્યક્રમ કરવા માટે પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ડો. વરૂણ ભીલા, હેતવીબેન સુતરીયા, પ્રિયાબેન, ભાવેશ ચોલેરા, જાનકીબેન કાલાવડીયા, કૃપાલીબેન પરમાર, હિરલબેન સંતોકી, જાનકીબેન ઠાકર અને ગઢવીભાઈએ જેહેમત ઉઠાવી હતી.