મોરબી, વાંકાનેર અને હળવદના ૨૮૧૨ ખેડૂતોએ મગફળી વેચી પરંતુ નાણાં મળ્યા ફક્ત ૭૫૬ ખેડૂતોને મોરબી : રાજ્ય સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળી ખરીદીના ચાલતા નાટકમાં મોરબી જિલ્લાના ખેડુતોને મગફળી વેચ્યા બાદ મહિના પછી પણ નાણાં ન મળતા ખેડુંતોમાં દેકારો બોલી ગયો છે અત્યાર સુધીમાં ૨૮૧૨ ખેડૂતો પાસેથી મગફળી હાથ વગી કરી સરકારી ગોડાઉનમાં ભરી લેવામાં આવી છે જેમાંથી ફક્ત ૭૫૬ ખેડૂતોને જ ચુકવણું કરાયું હોવાના સરકારી આંકડા જણાવી રહ્યા છે. મસ મોટી જાહેરાતો કરી ગુજરાત સરકાર દ્વારા લાભપાચમથી ટેકાના ભાવે મગફળી ખરીદી શરૂ કરવામાં આવતા મોરબી જિલ્લામાં મોરબી, વાંકાનેર અને હળવદ યાર્ડમાં કુલ ૫૮૭૧ ખેડૂતોએ મગફળી વેચવા રજીસ્ટ્રેશન કરાવ્યું હતું જેમાંથી ફક્ત ૨૮૧૨ ખેડૂતો પાસેથી અત્યાર સુધીમાં ૫૭૭૬૯૪૫ કવીન્ટલ મગફળી ખરીદ કરી જુદાજુદા ગોડાઉનમાં સંગ્રહ કરી લેવામાં આવ્યો છે. બીજી તરફ મગફળી વેચ્યા બાદ મહિનાઓ સુધી સરકાર દ્વારા ખેડૂતોને નાણાં ચુકવવામાં વિલંબ કરવામાં આવતો હોવાનું સામે આવ્યું છે સરકારના આંકડા મુજબ મોરબી જિલ્લામાં ટેકાના ભબે મગફળી વેચનાર ૨૮૧૨ પૈકી ૭૫૬ ખેડૂતોને ૭૭૧.૩૯ લાખ રૂપિયા ચૂકવી દેવાયા છે અને હજુ પણ ૨૦૫૬ ખેડૂતોને નાણાં ચૂકવવાના બાકી હોવાનું સતાવાર રીતે આકડાઓમાં બહાર આવ્યું છે. આમ, હાલ તુરત ખુલ્લા બજારમાં મગફળી વેચવાને બદલે સરકારની નીતિ મુજબ ટેકાના ભાવે મગફળી વેચનાર ખેડૂતોને હાલમાં નાણાં ફસાઈ જતા મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે. [caption id='attachment_40894' align='aligncenter' width='300'] file photo[/caption] મોરબી અપડેટના સમાચારો આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી ફ્રી એપ્લિકેશન ડાઉનલોડ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ માટે નીચેની લિંક પર ક્લીક કરો અને મોરબી અપડેટની એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો. https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en_IN