ભરૂચ ખાતે યોજાયેલી Yonex-Sunrise સ્ટેટ બેડમિન્ટન ચેમ્પિયનશિપની અંડર-13 બોય્ઝ ડબલ્સ કેટેગરીમાં ક્રિશિવ ડાભીએ મેળવી મોટી સિદ્ધિમોરબી: ભરૂચ ખાતે યોજાયેલી Yonex-Sunrise ગુજરાત સ્ટેટ બેડમિન્ટન ચેમ્પિયનશિપ 2026માં મોરબીના યુવા શટલર ક્રિશિવ ડાભીએ શાનદાર રમતનું પ્રદર્શન કરીને બોય્ઝ ડબલ્સ અંડર-13 કેટેગરીમાં ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો છે.આ ચેમ્પિયનશિપ 21 થી 26 જૂન દરમિયાન ડિસ્ટ્રિક્ટ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, ભરૂચ ખાતે ગુજરાત બેડમિન્ટન એસોસિએશન અને ભરૂચ ડિસ્ટ્રિક્ટ બેડમિન્ટન એસોસિએશનના સંયુક્ત ઉપક્રમે યોજાઈ હતી. જેમાં ગુજરાતભરના પ્રતિભાશાળી ખેલાડીઓએ ભાગ લીધો હતો.મોરબીનો આ ઉભરતો ખેલાડી ક્રિશિવ ફેધર ફ્લે બેડમિન્ટન એકેડેમીમાં કોચ મોહસીન સુમરા પાસે બેડમિન્ટનની સઘન તાલીમ મેળવી રહ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ક્રિશિવ આ જ વર્ષે રાજકોટ જિલ્લા ખેલ મહાકુંભમાં પણ ચેમ્પિયન બન્યો હતો. હવે સ્ટેટ લેવલે ગોલ્ડ મેડલ મેળવીને તેણે ફરી એકવાર પોતાની શ્રેષ્ઠ પ્રતિભા સાબિત કરી બતાવી છે.ગુજરાત સ્ટેટ ચેમ્પિયન બનવા બદલ ક્રિશિવ ડાભી પર રમતપ્રેમીઓ અને મોરબીવાસીઓ દ્વારા અભિનંદનની વર્ષા થઈ રહી છે, તેમજ આગામી નેશનલ બેડમિન્ટન ટુર્નામેન્ટમાં પણ તે શ્રેષ્ઠ પ્રદર્શન કરે તે માટે ઉજ્જવળ ભવિષ્યની શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે.#Morbi #MorbiNews #BadmintonChampion #KrishivDabhi #MorbiUpdate #GujaratSports #BadmintonGujarat #KhelMahakumbh #YouthSports