ગાંધીનગર ખાતે યોજાયેલ 35મી બલરામ ક્ષત્રિય મેમોરિયલ ટ્રોફીમાં મોરબીના ખેલાડીઓનું જોરદાર પ્રદર્શન: હવે અમદાવાદ સામે ટકરાશેમોરબી : ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયેશન દ્વારા ગાંધીનગર મુકામે આયોજિત 35મી બલરામ ક્ષત્રિય મેમોરિયલ ટ્રોફી 2026 (જુનિયર બોયઝ ઇન્ટર ડિસ્ટ્રિક્ટ ટુર્નામેન્ટ) માં મોરબીની ટીમે શાનદાર રમતનું પ્રદર્શન કરી ક્વાર્ટર ફાઈનલમાં પ્રવેશ મેળવ્યો છે.સુરેન્દ્રનગર અને દાહોદને આપી કારમી માતઆ રાજ્યકક્ષાની સ્પર્ધામાં ગુજરાતના 23 જેટલા જિલ્લાઓએ ભાગ લીધો છે અને તમામ ટીમોને 7 ગ્રુપમાં વહેંચવામાં આવી છે. જેના ગ્રુપ સ્ટેજના મેચો હાલ રમાઈ રહ્યા છે. મોરબીના ગ્રુપમાં સુરેન્દ્રનગર અને દાહોદની ટીમો હતી. મોરબીની ટીમે પોતાના ગ્રુપ સ્ટેજમાં ઉત્કૃષ્ટ રમત દાખવીને સુરેન્દ્રનગરને 5-3 ગોલથી તેમજ દાહોદને 9-0 ગોલથી હરાવીને ક્વાર્ટર ફાઈનલમાં પોતાનું સ્થાન સુનિશ્ચિત કર્યું હતું.અમદાવાદ સાથે ક્વાર્ટર ફાઇનલ મુકાબલોગ્રુપ સ્ટેજ પાર કર્યા બાદ હવે આગામી ક્વાર્ટર ફાઈનલ મેચમાં મોરબીની ટીમ મજબૂત ગણાતી અમદાવાદની ટીમ સામે મેદાને ઉતરશે. મોરબીની ટીમ આ કઠિન મુકાબલામાં પણ જીત મેળવીને સેમી ફાઈનલમાં પહોંચે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. મોરબીની ટીમમાં અભિનાશ દુબે (બંટી સર)ની આગેવાનીમાં ન્યૂ એરા ગ્લોબલ સ્કૂલ, ગ્રીન વેલી સ્કૂલ તેમજ સોકર સ્ટાર ફૂટબોલ એકેડમીના ખેલાડીઓ અને રાજકોટના ખેલાડીઓએ ભાગ લીધો છે.વરસાદી વાતાવરણ અને પરીક્ષાઓના માહોલ વચ્ચે પણ ફૂટબોલ રમતનો ક્રેઝ હવે મોરબીમાં પણ જોવા મળી રહ્યો છે, જે ભવિષ્યમાં મોરબીના ખેલાડીઓ માટે ખૂબ જ સારા સમાચાર છે. ખેલાડીઓના આ શાનદાર પ્રદર્શન બદલ મોરબી જિલ્લા ફૂટબોલ એસોસિએશનના પ્રમુખ દેવેનભાઈ રબારી, સેક્રેટરી જીતુભાઈ રબારી તેમજ ફૂટબોલ કોચ મુસ્તાક સુમરાએ તમામ ખેલાડીઓને શુભેચ્છાઓ પાઠવી છે.#Morbi #MorbiUpdate #MorbiNews #Football #MorbiFootball #SportsNews #GujaratStateFootballAssociation #BalramKshatriyaMemorialTrophy2026 #MorbiSports