ટાટની પરીક્ષા પાસ કરનાર 1.35 લાખ ઉમેદવારોની ભરતી ન કરાતા અંતે ઉમેદવારોએ આંદોલનનો માર્ગ અપનાવ્યો મોરબી : ટાટની પરીક્ષા પાસ કરી હોવા છતાં રાજ્યના 1.35 ઉમેદવારોની માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળાઓમાં ભરતી ન કરતા અંતે આ ઉમેદવારો સરકાર સામે જંગે ચઢ્યા છે અને30 જુલાએ રાજ્યભરના ઉમેદવારોએ ગાંધીનગર ખાતે ઉપવાસ આંદોલન કરવાનો માર્ગ અપનાવ્યો છે.જેમાં મોરબીના ઉમેદવારો જોડાશે. મોરબીમાં ટાટની પરીક્ષા પાસ કરનાર ઉમેદવારોએ જણાવ્યું હતું કે,વર્ષ 2017માં ટાટ-1અને 2ની પરીક્ષામાં માટે ફોર્મ ભરાયા હતા. ત્યારબાદ 2018માં આ પરીક્ષા લેવામાં આવી હતી પરેતું પેપરલીક થઈ જવાથી આ પરીક્ષા કેન્સલ થઈ હતી અને ફરી આ પરીક્ષા ગત જાન્યુઆરી2019માં લેવાઈ હતી.જેમાં મોરબી સહિતના રાજ્યભરના 1.35 લાખ ઉમેદવારોએ ટાટની પરીક્ષા પાસ કરી હતી.તેથી આ પરીક્ષા પાસ કરનાર આ તમામ ઉમેદવારોની ટુક સમયમાં જ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ભરતી કરવાની હોય છે.પણ અગાઉ પરીક્ષા લેવાની પ્રક્રિયામાં ઉમેદવારોના બે વર્ષ બગડ્યા હતા અને હવે પરીક્ષા પાસ કરી હોવા છતાં ઘણા સમયથી ભરતી ન કરાતા ઉમેદવારો મુશ્કેલીમાં મુકાયા છે.આ બાબતે અનેક વખત રજુઆત કરવા છતાં કોઈ નક્કર કાર્યવાહી ન કરાતા અંતે ઉમેદવારોએ સરકાર સામે મોરચો માંડ્યો છે.અને તા.30મીએ ગાંધીનગર ખાતે ઉમેદવારોએ ઉપવાસ આંદોલન કરવાની જાહેરાત કરી છે.જેમાં મોરબીના ઉમેદવારો જોડાશે.