અધિકારીઓએ શિક્ષકોનું બહુમાન કરીને તેમની ફરજનિષ્ઠાને બિરદાવી મોરબી : મોરબી વિધાનસભા બેઠકની પેટાચૂંટણીની કામગીરીમાં જોડાયેલા કર્મીઓ માટે બે દિવસીય તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે.જેમાં કોરોનાને મ્હાત આપીને તત્કાલ ચૂંટણી ફરજમાં જોડાયેલા શિક્ષકોનું અભિવાદન કરવામાં આવ્યું હતું.અધિકારીઓએ શિક્ષકોનું બહુમાન કરીને તેમની ફરજ નિષ્ઠાને બિરદાવી હતી. સામાન્ય રીતે કર્મચારીઓને ચુંટણી કાર્યનો ડર લાગતો હોય છે, કારણ કે ચુંટણી કાર્ય થોડું જટીલ અને કઠીન હોય છે,એને સરળ કરવા માટે ચૂંટણી સ્ટાફની તાલીમનું આયોજન ટાઉન હોલ મોરબી ખાતે કરાયું હતું.જેમાં દિનેશભાઈ વડસોલા અધ્યક્ષશ્રી અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ મોરબી જિલ્લો તેમજ મગનભાઈ અંબાણી મ.શિ. લીલાપર પ્રા. શાળા અતુલભાઈ બુદ્ધદેવ મ.શિ. વાંકાનેર પ્રા.શાળા. કિશોરભાઈ બાવરવા નસિતપર પ્રા. શાળા વગેરે શિક્ષકો કે જેઓ હમણાં જ કોરોનાને મહાત આપી તંદુરસ્ત થઈ, કોરોના મુક્ત થયા હોવા છતાં બીમારીને ભૂલી પોતાની નૈતિક ફરજ સમજી ચૂંટણીને રાષ્ટ્રીય કામગીરી સમજી તાલીમ લઈ ચૂંટણી કામગીરી માટે તત્પર થઈ ગયા છે.આથી કેતન જોષી અધિક નિવાસી કલેકટરશ્રી તેમજ ડી.ડી.જાડેજા પ્રાંત અધિકારીએ આ તમામ કોરોના વોરીર્યસ ગુરુજનોનું ભરતભાઈ સોલંકી જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીની હાજરીમાં સ્ટેજ ઉપર બહુમાન કરીને અભિનંદન પાઠવ્યા હતા અને તમામ ચુંટણીમાં રોકાયેલા સ્ટાફ માટે પ્રેરણા પુરી પાડી હતી.