મોરબી: ગઈકાલે તારીખ 3 એપ્રિલના રોજ ખાખરાળામાં મોરબી જિલ્લાના પ્રોજેક્ટ કો-ઓર્ડીનેટર મયુરભાઈ પારેખ અને મોરબી બી.આર.સી. કો-ઓર્ડીનેટર સંદીપ આદ્રોજાના માર્ગદર્શન હેઠળ શિક્ષક સન્માન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં ખાખરાળા સી.આર.સી.ના બે આચાર્ય અને છ શિક્ષકોનું સન્માન કરવામાં આવ્યું હતું. આ સન્માન કાર્યક્રમની ઉજવણીનો મુખ્ય હેતુ શિક્ષકો વર્ગકાર્યમાં ખૂબ ઉત્સાહથી કાર્ય કરે તથા કામ કરવાનો તેમનો ઉત્સાહ વધે તે હતો. ભવિષ્યમાં આઠ નહીં પણ બધા શિક્ષકોનું સન્માન થાય તેવી આશા અને મનોકામના સાથે આ કાર્યક્રમને પૂર્ણ જાહેર કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમનું સફળ સંચાલન ખાખરાળાના સી.આર.સી. કો-ઓર્ડીનેટર રમેશભાઈ કાલરીયા દ્વારા કરવામાં આવ્યું હતું. આપણું મોરબી..આપણો રેડીઓ.. Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો.. Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news