વેકેશન અને જાહેર રજાઓમાં કામગીરી કરનાર શિક્ષકોને નિયમ મુજબ વળતર અને રજા આપવા મેયર, ડેપ્યુટી મેયર અને ડેપ્યુટી કમિશ્નર સમક્ષ માંગણીમોરબી અપડેટ : મોરબી મહાનગરપાલિકા વિસ્તારમાં વેકેશન તેમજ જાહેર રજાના દિવસો દરમિયાન ડોર-ટૂ-ડોર વસ્તી ગણતરીની કામગીરી કરનાર આશરે 700 જેટલા શિક્ષકોને નિયમાનુસાર મળવાપાત્ર વળતર અને પ્રાપ્ત રજા મંજૂર કરવા બાબતે મોરબી શૈક્ષિક મહાસંઘ દ્વારા મહાપાલિકાના પદાધિકારીઓ અને અધિકારીઓ સમક્ષ રજૂઆત કરવામાં આવી છે.ગુજરાત સરકાર શિક્ષણ વિભાગના ઠરાવ ક્રમાંક: બમશ/1307/3922/ગ (સચિવાલય, ગાંધીનગર) ના ઠરાવ અન્વયે વેકેશન ધરાવતા શિક્ષકોને વેકેશન તથા જાહેર રજાના દિવસોમાં વસ્તી ગણતરી કે મતદારયાદી કામગીરી બદલ ગુજરાત મુલકી સેવા નિયમ-9 મુજબ વળતર/પ્રાપ્ત રજા મળવાપાત્ર રહે છે. મોરબી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારો તેમજ અન્ય નગરપાલિકા વિસ્તારોમાં વસ્તી ગણતરી કરનાર શિક્ષકોની રજા મંજૂરીના હુકમો થઈ ચૂક્યા છે, પરંતુ મોરબી મહાનગરપાલિકા વિસ્તારમાં વિશાળ ક્ષેત્રમાં ફરજ બજાવનાર 700 શિક્ષકો માટે હજુ સુધી આ હુકમ કરાયો નથી.જે સંદર્ભે મોરબી શૈક્ષિક મહાસંઘના કાર્યકર્તાઓએ મેયર ઉત્તમભાઈ સુરાણી, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયંતીભાઈ પડસુંબિયા, ડેપ્યુટી મેયર ચિરાગભાઈ રાણપરા તેમજ ડેપ્યુટી કમિશ્નર સંજયભાઈ સોનીને રૂબરૂ મળીને સરકારના વિવિધ ઠરાવો અને પરિપત્રો રજૂ કરી શિક્ષકોના હિતમાં તાત્કાલિક રજા મંજૂર કરવા યોગ્ય કાર્યવાહીની માંગ કરી છે.#Morbi #MorbiUpdate #ShaikshikMahasangh #MorbiMahanagarpalika #TeachersIssue #LeaveRules #MorbiNews #VastiGanatri