મોરબી : મોરબીની બુનિયાદી શાળામાં આવતીકાલે મંગળવારે યોજાનાર શિક્ષકોનો જિલ્લા ફેરબદલી કેમ્પ અનિવાર્ય કારણોસર મોકૂફ રાખવામાં આવ્યો છે. સમગ્ર ગુજરાતના અન્ય જિલ્લામાંથી જિલ્લાફેર બદલીથી મોરબી જિલ્લા શિક્ષણ સમિતિ હસ્તકની પ્રાથમિક શાળાઓમા આવવા માંગતા અન્ય જિલ્લામા નોકરી કરતા પ્રાથમિક કે ઉચ્ચ પ્રાથમિક વિભાગના શિક્ષકોનો જિલ્લા ફેરબદલી સ્થળ પસંદગી કેમ્પનું આવતીકાલે મંગળવારે બુનિયાદ કન્યા શાળા, વીસી ફાટક સામે, મોરબી ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પ અનિવાર્ય કારણોસર મોકૂફ રાખવામાં આવ્યો છે. હવે યોજાનાર કેમ્પની આગામી સમયમાં જાહેરાત કરવામાં આવશે.તેમ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી મયુર એસ.પારેખની યાદીમાં જણાવાયું છે.