મોરબી : ટીમ મંથન રાષ્ટ્રીય સ્તર પર શૈક્ષણિક ક્ષેત્રે કામ કરી રહેલી સંસ્થા છે. તેની ટીમ ગુજરાત દ્વારા સભારાવાડી પ્રાથમિક શાળાના શિક્ષક દલસાણીયા વિજય મગનલાલને રાષ્ટ્રીય એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. જ્યારે લોકડાઉન હોય, કોરોના વાયરસના કારણે શાળા બંધ હોય છતાં શેરી શિક્ષણ થકી, તેમાં પણ વિવિધ પ્રવૃત્તિઓ થકી શિક્ષણ આપીને બાળકોના હિત માટે અવિરત પ્રયત્ન કરનાર તેમજ રિસેસની પ્રવૃત્તિઓ થકી બાળકોમાં વિચારશક્તિ, તર્કશક્તિ, કલ્પનાશક્તિ, વૈજ્ઞાનિક દષ્ટિકોણ, ભીતરના વિવિધ કૌશલ્યો ખીલવીને કાગળકામ, ચિત્રકામ, વિજ્ઞાનના પ્રયોગો, વેસ્ટમાંથી બેસ્ટ જેવી 800 જેટલી પ્રવૃતિઓનું સર્જન કરનાર, અનેકવિધ ઈનોવેશન થકી બાળકોમાં મૂલ્યોની સાથે ગુણવત્તામાં પણ સુધારો લાવનાર વિજયભાઈ દલસાણીયાનું રાષ્ટ્રીય ગ્રુપ મંથન દ્વારા પ્રમાણપત્ર આપી બેસ્ટ ટીચર એવોર્ડ અર્પણ કરીને સન્માન કરાયું હતું. આ તકે ગુજરાતમાં શૈલેષભાઇ પ્રજાપતિ ટીમવર્ક તરીકે કામ કરી રહ્યાં છે. તેનો વિજયભાઈ દલસાણિયાએ દિલથી આભાર વ્યક્ત કર્યો છે. તેમ યાદીમાં જણાવાયું છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..