મોરબી શહેરની જનતાને બાકી વેરા તાત્કાલિક ભરપાઈ કરવા માટે મોરબી મનપા દ્વારા અપીલ મોરબી : મોરબીમાં ટેક્સ શાખા દ્વારા તા. 12-6-2025 સુધીમાં ટેક્સ ભરપાઈ ન કરી હોય તેવી મિલકતને ટૂંક સમયમાં હરાજી કરી બાકી રકમની વસુલાત કરવામાં આવશે. તેમજ વર્ષ 2025-26માં પણ 2024-25ના વર્ષના બાકી રકમ ભરપાઈ ન કરનારને વોરંટ બજવી જૂન સુધીમાં મિલકત ટાંચમાં લેવાશે.હાલ મોરબી મહાનગરપાલિકા દ્વારા મિલકતવેરા પર 10 % રિબેટ આપવા આવે છે. સાથે જ ટેક્સ શાખા દ્વારા તા. 1-4-2025 થી 12-6-2025 સુધી 10,000 થી 50,000 સુધીની રકમ બાકીના 3750 મિલકતધારકોને વોરંટ બજવણી કરવામાં આવેલ છે. જેમાં ટેક્સ શાખા દ્વારા 11 મિલકતો સિલ કરવામાં આવેલ છે. જેમાંથી 7 મિલકત ધારકો દ્વારા ટેક્સ ભરપાઈ કરેલ હોય ટેક્સ શાખા દ્વારા સિલ ખોલવામાં આવેલ છે. તેમજ મિલકતને ટૂંક સમયમાં હરાજી કરી બાકી રકમની વસુલાત કરવામાં આવશે. તેમજ વર્ષ 2025-26માં પણ ટેક્સ શાખા દ્વારા 2024-25ના વર્ષના બાકી રકમ ભરપાઈ ન કરનારને વોરંટ બજવણી કરી એપ્રિલ, મે, જૂન સુધીમાં મિલકત ટાંચમાં લેવામાં આવશે. મિલકત વેરા ભરવા માટે www.enagar.gujarat.gov.in પર ઓનલાઈન ટેક્સ ભરી શકે છે. તેમજ સિવિક સેન્ટર, પહેલા માળ, રેલવે સ્ટેશન પાસે અને મોરબી મહાનગરપાલિકા મુખ્ય કચેરીમાં ટેક્સ ભરી શકો છો. આથી મોરબી શહેરની જનતાને બાકી વેરા તાત્કાલિક ભરપાઈ કરવા માટે મોરબી મહાનગરપાલિકા દ્વારા અનુરોધ કરાયો છે.