આપઘાત કરવાનું કારણ અકબંધ: પોલીસ તપાસનો ધમધમાટ મોરબી:મોરબીના વીસીપરા વિસ્તારના તરુણે આજે પોતાના ઘરે કોઈ અગમ્ય કારણોસર ગળાફાંસો ખાઇને આપઘાત કરી લેતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે હાલ પોલીસે આપઘાતનું કારણ શોધવા તપાસ આદરી છે પ્રાપ્ત થતી વિગતો મુજબ મોરબીના વિસીપરામાં આવેલા રોહીદાસપરા ખાતે રહેતા પ્રેમજી મોહનભાઈ સાગઠીયા નામના ૧૭ વર્ષના તરુણે આજે પોતાના ઘરે કોઈ કારણોસર ગળાફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો આ બનાવની જાણ કરાતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી.બી ડિવિઝન પોલીસે ઘટનાની નોંધ કરી તરૂણના આપઘાત કરવા પાછળનું કારણ શોધવા તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.