એસટી બસ, સ્વીફ્ટ કાર અને બાઇક વચ્ચે અકસ્માત : એસટી બસ પલટી મારી ગઈ ટંકારા : મોરબી રાજકોટ હાઇવે પર ટંકારના ધ્રુવનગર ગામ પાસે એસટી બસ, સ્વીફ્ટ કાર (જી.જે.3 સીઈ 979) અને બાઇક વચ્ચે ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો. જેમાં કારનો બુકડો બોલી ગયો હતો અને એસટી બસ પલ્ટી મારી ગઈ હતી. એસટી બસ ભુજ રાજકોટ રૂટની છે. મળતી માહિતી મુજબ બસમાં સવાર મુસાફરોને કોઈ ગંભીર ઇજાઓ પોહચી નથી. આ ગંભીર અકસ્માતમાં સ્થળ પર જ 2 લોકોના મૃત્યુ નિપજ્યા હતા અને 5થી વધુને ગંભીર ઇજા પોહચી છે. આ અકસ્માતના ઇજાગ્રસ્તો અને મૃતકોને મોરબી અને ટંકારા હોસ્પિટલે ખસેડવામાં આવ્યા છે. હાલ પોલીસ સહિતનો કાફલો સ્થળ પર દોડી જઇ જરૂરી કાર્યવાહી હાથ ધરી છે. અકસ્માતના ઘાયલો અને મૃતકોના નામ મૃતક 1) હિતેષ માધવજી પરમાર, સતવારા, ઉ.19, રહે. મોરબી 2) ભગવતીબેન ભગવનજીભાઈ તન્ના, સિંધી લુહાણા, ઉ.45, રહે. નાની વાવડી ઇજાગ્રસ્ત 1) દિશા મિતેષભાઈ , નાની વાવડી 2) સંગીતા ભગવાનજી તન્ના, નાની વાવડી 3) શૈલેષ સીતાપરા , હડમતીયા 4) કિશોરસિંહ દિલીપસિંહ, રાજકોટ 5) શારદાબેન વાલજીભાઈ , રાજકોટ [gallery size='large' td_select_gallery_slide='slide' ids='19052,19053,19054,19055']