વિહિપ અગ્રણીની મુખ્યમંત્રીને રજુઆત : ફોરટ્રેક રોડના કામથી અવર જવરમાં તકલીફ પડતી હોવાની રાવ મોરબી : હાલ મોરબી- રાજકોટ હાઇવે પર ફોરટ્રેક રોડની કામગીરી ચાલી રહી છે. ત્યારે ખેડૂતોને હાલાકી ન પડે તે માટે ટંકારાના લજાઈ ગામે અન્ડર બ્રિજ બનાવવામાં આવે તેવી વિહિપ અગ્રણીએ મુખ્યમંત્રીને રજુઆત કરી છે. મોરબી જિલ્લા વિશ્વ હિન્દૂ પરિષદના મંત્રી હસમુખભાઈ ગઢવીએ મુખ્યમંત્રી રૂપાણીને રજુઆત કરી હતી કે હાલ મોરબી રાજકોટ હાઇવે પર ફોર ટ્રેક રોડની કામગીરી ચાલી રહી છે. ત્યારે ટંકારા તાલુકાના લજાઈ ગામે જોગડંગરી બાપુના આશ્રમેં જવા માટે ગામથી આશ્રમ વચ્ચે ફોર ટ્રેક રોડ આવશે. ત્યાંના ગ્રામજનો, ખેડૂતો, ખેતમજૂરો, મહિલાઓ અને વિદ્યાર્થીઓ સહિતના લોકોની ખૂબ જ અવર જવર રહે છે. જેથી આ લોકોને અવર જવરમાં હાલાકી ન પડે તે માટે ત્યાં અન્ડર બ્રિજ બનાવવામાં આવે તેવી જરૂર છે. વધુમાં તેઓએ જણાવ્યું કે દિવસ દરમિયાન સાયકલ, ગાડા, ટ્રેકટર દ્વારા કે પગે ચાલીને અસંખ્ય લોકો લજાઈ ગામથી જોગડંગરી આશ્રમ તરફ જતા હોય છે. આ લોકોને મુશ્કેલી ન પડે તે માટે ફોરટ્રેક રોડની કામગીરી દરમિયાન અન્ડર બ્રિજ બનાવવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.