ટંકારા : આજે સાંજે રાજકોટ-મોરબી હાઇવે ઉપર ટંકારના હરબાટીયાળી નજીક બે ગમખ્વાર અકસ્માતમાં બે વ્યક્તિ ઘાયલ થઈ હતી. ઘટના અંગે જાણવા મળતી વિગતો મુજબ રાજકોટ-મોરબી હાઇવે ઉપર હર્બટિયાળી નજીક બે કાર અથડાતા માંડલ ગામના મનોજભાઈ રમેશભાઈ નામના યુવાનને ઇજાઓ પહોંચી હતી. આ અકસ્માત બાદ આ જ સ્થળે સર્જાયેલા અન્ય અકસ્માતમાં ટ્રકે ઠોકર મારતા જ્યોત્સનાબેન ગોવિંદભાઇ નામના મહિલાને ઇજાઓ પહોંચતા ૧૦૮ મારફત સારવાર માટે રાજકોટ ખસેડાયા હતા. [gallery td_select_gallery_slide='slide' size='large' ids='13512,13509,13510,13511,13513,13514,13507,13508']