તાલુકા સેવાસદનમાં સિક્યુરિટી મુકવાની સામાજિક કાર્યકરની માંગ મોરબી : મોરબી તાલુકા સેવાસદન ઢોરવાડામાં ફેરવાયું હોય તો અજરદારો કરતા તાલુકા સેવાસદનમાં રઝળતા ઢોરનો વધુ ત્રાસ છે. આથી ઢોરનો ત્રાસ દૂર કરવા તાલુકા સેવાસદનમાં સિક્યુરિટી મુકવાની સામાજિક કાર્યકરની માંગ ઉઠાવી છે. મોરબીના સામાજિક કાર્યકર મહાદેવ ગોહિલે જણાવ્યું હતું કે, તાલુકા સેવાસદન લોકોની સમસ્યા હલ કરવાનું કેન્દ્ર છે કે, પાંજરાપોળ ? સેવાસદન રામભરોસે હોય તેમ સેવાસદનમાં કાયમ ઢોરનો અડીગો રહે છે. તાલુકા સેવાસદનમાં ખુટોયાઓ બેઠેલા કે ઉભેલા જોવા મળે છે જેથી લોકોને ભારે હાલાકી ભોગવવી પડે છે. જો કે તાલુકા સેવાસદનમાં ઘણા સમયથી રઝળતા ઢોરનો ત્રાસનો સળગતો પ્રશ્ન હોવાથી સમસ્યા દૂર કરવાની માંગ ઉઠાવી છે.