મોરબી, ટંકારા, વાંકાનેર, હળવદ અને માળિયા તાલુકામાં મેઘમહેર મોરબી અપડેટ : મોરબી જિલ્લામાં આજે તારીખ 01/08/2026 ના રોજ સવારથી જ સારો વરસાદ નોંધાયો છે. જિલ્લા કન્ટ્રોલ રૂમ, મોરબી દ્વારા સવારના 06 થી 08 વાગ્યા સુધીના વરસાદના આંકડા જાહેર કરવામાં આવ્યા છે. 01.08.2026ના રોજ સવારે 06 થી 08 ના સમયગાળામાં મોરબી તાલુકામાં સૌથી વધુ 41 mm વરસાદ ખાબક્યો છે. ટંકારા પંથકમાં પણ સારો એવો 37 mm વરસાદ નોંધાયો છે. જિલ્લાના વિવિધ તાલુકામાં સવારે 6 થી 8 દરમિયાન નોંધાયેલ વરસાદની વિગત નીચે મુજબ છે:મોરબી: 41 mm ટંકારા: 37 mm વાંકાનેર: 13 mm હળવદ: 6 mm માળિયા: 1 mm આજના આ બે કલાકના સમયગાળા દરમિયાન સમગ્ર મોરબી જિલ્લાનો સરેરાશ વરસાદ 19.6 mm નોંધાયો છે.#Morbi #MorbiUpdate #RainUpdate #Monsoon2026 #Tankara #Wankaner #Halvad #Maliya #RainfallData