મોરબી : મોરબી તાલુકા પીએસઆઈ શક્તિસિંહ અરવિંદસિહ ગોહીલનો આજે ૧૩ જુનના રોજ જન્મદિવસ છે. શક્તિસિંહ ઉમદા સ્વભાવ અને સુમેળભર્યુ વ્યક્તિત્વ ધરાવતા હોવાને લીધે બહોળુ મિત્ર વર્તુળ ધરાવે છે. ત્યારે આજે તેઓને ઠેર ઠેર થી અભિનંદન મળી રહ્યા છે. યુવાનો ના રોલ મોડેલ ગણાતા અને સતત યુવાનોને પ્રોત્સાહિત કરતા શક્તિસંહ ગોહીલે સતત ચાર વાર જીપીએસસીમા મેદાન માર્યુ હતુ પરંતુ હર વખતે પોતાની પસંદગીની જગ્યા ન મળતા તેઓએ સબ ઇન્સ્પેકટર તરીકે જ રહેવાનું નકકી કરી લીધુ હતુ. શક્તિસિંહ ગોહીલ મુળ ગોંડલ તાલુકા ના દળવા (રાંદલ) ના રહેવાસી છે. આજે તેમના જન્મદિવસે સતત પ્રગતિશીલ રહે તેવી શુભકામનાઓ મળી રહી છે.