મોરબી : રાજકોટ જિલ્લાના ધોરાજી પોલીસ સ્ટેશનમાં મોરબીના ગોપાલભાઈ જેશીંગભાઈ પરમાર સામે ભોગ બનનારને લલચાવીને બદકામ કરવાના ઇરાદે ભગાડી ગયાની ફરિયાદ નોંધાઈ હતી. ભોગ બનનારને ધોરાજી પોલીસને સોંપીને તાલુકા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. રાજકોટ જિલ્લાના ધોરાજી પોલીસ સ્ટેશનમાં આઇપીસી 363 અને 366 મુજબનો ગુનો મોરબીના ગોપાલભાઈ પરમાર સામે નોંધવામાં આવ્યો હતો. એકાદ માસ પહેલા નોંધાયેલા આ ગુનામાં આરોપી ભોગ બનનારને ફોસલાવીને બદકામ કરવાના ઇરાદે ભગાડી ગયાની ફરિયાદ નોંધાઈ હતી. આરોપીનું રહેણાંક મકાન મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના હદ વિસ્તારમાં આવતું હોઈ, ધોરાજી પોલીસ આરોપી અને ભોગ બનનારની તપાસમાં આવી હતી. આ અનુસંધાને પોલીસ અધિક્ષક ડો. કરનરાજ વાઘેલા અને નાયબ પોલીસ અધિક્ષક બન્નો જોશીની સૂચના અને માર્ગદર્શન મુજબ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ઇન્ચાર્જ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એન.જે. રાણા અને બીટ ઇન્ચાર્જ પોલીસ હેડ કોન્સ્ટેબલ નગીનદાસ નિમાવતને આરોપી અને ભોગ બનનાર બન્ને હાલ મોરબીના મકનસર ગામે જાપા પાસે હોવાની અને બહારગામ જવા નીકળેલ હોવાની બાતમી મળી હતી. આ બાતમીને આધારે તપાસ કરતા મોરબી તાલુકા પોલીસ અને ધોરાજી પોલીસે મકનસર જાપા નજીકથી આરોપીને પકડીને ભોગ બનનારને ધોરાજી પોલીસ સ્ટેશનને સોંપીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. આપણું મોરબી..આપણો રેડીઓ.. Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો.. Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne