મોરબી : મોરબી પેરોલ ફર્લો સ્ક્વોડ દ્વારા મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના ચોરીના ગુનામાં 1 વર્ષથી નાસતા-ફરતા આરોપીને પકડી પાડવામાં આવ્યો હતો. મોરબી તાલુકાના ટીમ્બડી ગામના પાટીયા પાસે આવેલ ઉદાસીન આશ્રમમાં એકાદ વર્ષ પહેલા રૂ. 1.55 લાખના મુદ્દામાલની ચોરી થતા મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરવામાં આવેલ હતો. આ ગુનામાં નાસતો-ફરતો આરોપી દિલાવર ઉર્ફે દિલીપ ઉર્ફે દિલાભાઈ નરશીભાઈ દેગામા (ઉ.વ.42, રહે. ચીખલી, તા. માળીયા (મી.))ને ચીખલી ગામેથી પકડી પાડી ધોરણસરની કાર્યવાહી કરેલ છે.