મોરબી : મોરબીમાં પ્રોહીબિશનના ગુન્હામાં સંડોવાયેલા ઇસમની પાસા હેઠળ અટકાયત કરી મોરબી તાલુકા પોલીસ દ્વારા વડોદરા મધ્યસ્થ જેલ હવાલે કરવામાં આવ્યો છે. સમગ્ર વિગત અનુસાર, મોરબી તાલુકા પોલીસ સ્ટેશનનાઓની સૂચના મુજબ પોલીસ સબ ઇન્સપેક્ટર એસ.એન. સગારકા સાથે પોલીસની એક ટીમ બનાવી પ્રોહીબિશનના ગુન્હામાં સંડોવાયેલ ભાવેશભાઈ ઉર્ફે મુન્નો પરબતભાઈ ધ્રાંગા (ઉ.વ.44, રહે. જુના નાગડાવાસ)ની આજ રોજ પાસા એક્ટ હેઠળ અટકાયત કરી વડોદરા મધ્યસ્થ જેલ હવાલે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.