નવ લાખથી વધુની રોકડ રકમ જપ્ત કરતી તાલુકા પોલીસ મોરબી : મોરબી તાલુકા પોલીસની ટીમે આજે બાતમીના આધારે મોરબી તાલુકાના બેલા ગામની સીમ, પીપળી રોડ, લોડસ હોટલની બાજુમાં, ઓમાનો સિરામીકની બાજુમાં, જીતવા સિરામીકની ઓરડીમાં જુગાર રમતા પાંચ ઇસમોને ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. મોરબી તાલુકા પોલીસ સ્ટાફે મળેલ ખાનગી બાતમી હકીકત આધારે મોરબી તાલુકાના ખેલા ગામની સીમ પીપળી રોડ, લોડસ હોટલની બાજુમાં, જીતવા સિરામીકની સંજયભાઇ ગણેશભાઇ વાધડીયા વાળાના કબ્જા ભોગવટાવાળી ઓરડીમાં જુગાર રમતા સંજયભાઇ વાધડીયા, ઉત્તમ પટેલ, જયદીપભાઇ પટેલ, પરસોત્તમભાઇ ભોરણીયા, સુરેશભાઇ અમૃતીયાને કુલ રૂ.૯,૦૧,૦૦૦ના મુદ્દામાલ સાથે પકડી પાડી જુગારધારા કલમ-૪, ૫ મુજબનો ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.