જામનગર-ખંભાળિયા હાઇવે પરથી આરોપીને મુદ્દામાલ સાથે દબોચી લીધોમોરબી : મોરબી તાલુકા પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમે વાહન ચોરીનો એક વણઉકેલાયેલો ગુનો ડિટેક્ટ કરીને એક આરોપીને ઝડપી પાડ્યો છે. મળતી માહિતી મુજબ, મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં તારીખ 28/05/2026 ના રોજ બી.એન.એસ. કલમ 303(2) મુજબ ગુનો (પાર્ટ ગુ.ર.નં. 1323/2026) નોંધાયો હતો. જે અંગે પોલીસને બાતમી મળી હતી કે આ ચોરીનો ગુનો આચરનાર ઇસમ જામનગર-ખંભાળિયા હાઇવે રોડ ઉપર જાખર ગામના પાટીયા પાસેથી પસાર થઈ રહ્યો છે. પોલીસે તાત્કાલિક વોચ ગોઠવીને આરોપીને ચોરીમાં ગયેલ મુદ્દામાલ સાથે ઝડપી પાડી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ ગુનાની વધુ તપાસ પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડી.ડી.જોગેલા ચલાવી રહ્યા છે.ઝડપાયેલ આરોપી કલ્પેશભાઈ ભુરાભાઈ પરમાર (હાલ રહે. ગવરીદળ, તા. રાજકોટ, મૂળ ગામ: છતર, તા. ટંકારા, જિ. મોરબી) પાસેથી 1 સીએનજી રીક્ષા (નંબર: GJ-36-W-4543), કિંમત રૂપિયા 2,00,000/- કબ્જે કરવામાં આવી છે.#Morbi #MorbiPolice #CrimeNews #MorbiUpdate #VehicleTheft #GujaratPolice #BreakingNews