લક્ષ્મીનગર બસ સ્ટેન્ડ પાસેથી રાજસ્થાનના શખ્સની ધરપકડ: તાલુકા પોલીસ સ્ટેશનના 2 અલગ-અલગ ગુનાઓમાં વોન્ટેડ હતોમોરબી અપડેટ : મોરબી તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોહીબીશનના બે અલગ-અલગ ગુનાઓમાં છેલ્લા 11 માસથી નાસતા ફરતા મૂળ રાજસ્થાનના આરોપીને તાલુકા પોલીસની ટીમે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.વિગત મુજબ, મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશન ધારા મુજબના ગુના નોંધાયા હતા. આ ગુનાઓમાં સંડોવાયેલ આરોપી રણજીતસિંહ મેવાસિંહ રાવત (ઉં.વ. 27, રહે. જગમાલપુરા, માલકીયા બાડીયા, થાના સેંદડા, તા. રાયપુર, જી. બ્યાવર-પાલી, રાજસ્થાન) છેલ્લા 11 મહિનાથી ફરાર હતો જેને બાતમીના આધારે લક્ષ્મીનગર ગામના બસ સ્ટેન્ડ પાસેથી ઝડપી પાડ્યો છે. આ સફળ કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર એન.એસ. ઘેટીયા, પોલીસ સબ ઇન્સ્પેક્ટર સી.એસ. સોંદરવા તથા સર્વેલન્સ સ્ટાફના જવાનો જોડાયા હતા.#Morbi #MorbiUpdate #MorbiTalukaPolice #ProhibitionCase #WantedAccused #CrimeNews #MorbiPolice #RajasthanAccused