મોરબી : મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના છેતરપીંડીના ગુનામાં છેલ્લા 6 વર્ષથી ફરાર આરોપીને પોલીસે બિહારથી ઉઠાવી લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે. પ્રાપ્ત વિગતો અનુસાર મોરબી તાલુકા પોલીસ મથકના છેતરપીંડીના ગુનામાં સંડોવાયેલો કૌશેલેન્દ્રકુમાર ઉર્ફે લલ્લુકુમાર રવિપ્રસાદ મહતો રહે. બિહારવાળો છેલ્લા 6 વર્ષથી નાસતો ફરતો હતો. આ આરોપી પેટ્રોલપંપનું લાયસન્સ કઢાવી આપવા, લોન અપાવી દેવા સહિતની લાલચ આપી છેતરપીંડી આચરતો હતો. તેની વિરુદ્ધ ઓડીસા, તેલંગણા, હરિયાણા, મહારાષ્ટ્ર સહિતના રાજ્યોમાં પણ ગુનાઓ નોંધાયેલા છે.તાલુકા પોલીસ મથકના પીઆઇ એસ.કે.ચારેલની સૂચનાથી હેડ કોન્સ. મહાવીરસિંહ અનિરુદ્ધસિંહ પરમાર, કોન્સ. રમેશભાઈ મૂંધવા અને શક્તિસિંહ જાડેજાની ટીમે બિહારના વરસાલીગંજ જઈ આ આરોપીને ત્યાંથી પકડી લઈ મોરબી તાલુકા પોલીસ મથકે લઈ આવી આગળની કાર્યવાહી હાથ ધરી છે.