મોરબી: મોરબી તાલુકા પોલીસે પ્રોહીબીશનના બે અલગ-અલગ ગુનામાં છેલ્લા 5 અને 6 મહિનાથી વોન્ટેડ 2 આરોપીઓને ઝડપી લઈ આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એન. એસ. ઘેટીયા અને તેમનો સર્વેલન્સ સ્ટાફ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન સ્ટાફના માણસોને ખાનગી રાહે અલગ-અલગ બાતમી મળી હતી. પ્રથમ બનાવમાં, બાતમીના આધારે પોલીસે મોરબી તાલુકા પોલીસ મથકના પ્રોહીબીશનના ગુનામાં (સી-પાર્ટ ગુ.ર.નં. 546/2023) છેલ્લા 5 માસથી નાસતા ફરતા આરોપી ઈમરાનભાઈ કાસમભાઈ તરાયા (રહે. જસાપર વાંઢ, શિકારપુર, તા. ભચાઉ, જી. કચ્છ) ને રવિરાજ ચોકડી બ્રિજ નીચેથી પકડી લીધો હતો.જ્યારે બીજા બનાવમાં, મોરબી તાલુકા પોલીસ મથકના પ્રોહીબીશનના અન્ય એક ગુનામાં (સી-પાર્ટ ગુ.ર.નં. 306/2023) છેલ્લા 6 માસથી નાસતા ફરતા આરોપી ભરતભાઈ ઉર્ફે લાલો કાંતિભાઈ ઠાકોર (રહે. વાહેદપુર અમરાપર ગામ, તા. સમી, જી. પાટણ) ને ઘૂંટુ રોડ ઉપરથી દબોચી લીધો હતો. આ બંને આરોપીઓને પકડી પાડવાની સફળ કામગીરી પોલીસ ઇન્સ્પેક્ટર એન. એસ. ઘેટીયા, પોલીસ સબ ઇન્સ્પેક્ટર સી. એસ. સોંદરવા, સર્વેલન્સ સ્ટાફ અને A/02 બીટના પોલીસ માણસો દ્વારા કરવામાં આવી હતી.#Morbi #MorbiUpdate #MorbiPolice #CrimeNews #GujaratPolice #WantedAccused #Arrest #Prohibition