મોરબી : મોરબી તાલુકા પોલીસ લાઈન ગરબીમાં ગઈકાલે મયુરનગરની રાસ મંડળીએ રમઝટ બોલાવી હતી, આ તકે રૂપિયા ૪૦ હજારનો ફાળો એકત્રિત થયો હતો. મોરબી તાલુકા પોલીસ પોલીસ લાઈનમાં આયોજિત નવદુર્ગા ગરબી ધૂમ મચાવી રહી છે જેમાં દરરોજ જુદા - જુદા આયોજન થઈ રહ્યા છે, ગઈકાલે અહીં મયુરનગર રાસ મંડળીને ખાસ આમંત્રિત કરવામાં આવી હતી અને અવનવા રાસ જોઈ ઉપસ્થિત જનમેદની આફરીન પોકારી ઉઠી હતી. આ તકે આયોજક પોલીસ ગ્રુપ દ્વારા મયુરનગર રાસ મંડળી માટે રૂપિયા ૪૦ હજારનો ફાળો એકત્રિત કરી આપવામાં આવ્યો હતો.