મોરબી : તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત CEIR પોર્ટલના ઉપયોગથી મોરબી તાલુકા પોલીસે લોકોના ખોવાયેલ 20 મોબાઈલો શોધી કાઢી અરજદારોને ડીવાયએસપીના હસ્તે પરત આપ્યા છે.મોરબી તાલુકા પો.સ્ટેના સુપરવિઝન હેઠળ મહીલા પોલીસ હેડ કોન્સ શોભનાબેનને CEIR પોર્ટલનો ઉપયોગ કરી CEIRમાં એન્ટ્રી કરી મોનીટરીંગ રાખી ટેક્નીકલ વર્ક આઉટ કરી રૂ.3.92 લાખની કિંમતના 20 મોબાઈલ શોધી કાઢી એક સાથે પરત અપાવી સુરક્ષા સાથે સેવાનું ઉત્તરદાયિત્વ નિભાવી પોલીસ પ્રજાની મિત્ર છે એ સૂત્ર મોરબે તાલુકા પોલીસે સાર્થક કરેલ છે. આ કામગીરીમાં પીઆઇ એસ.કે.ચારેલ, મહીલા પોલીસ હેડ કોન્સ. શોભનાબેન શામજીભાઈ મેર સહિતનો સ્ટાફ રોકાયેલ હતો. તેમ યાદીમાં જણાવાયું છે.