મોરબી : મોરબી સહિત પાંચ જિલ્લામાંથી તડીપાર થયેલો શખ્સ મોરબી તાલુકામાં પ્રવેશ્યો હોવાની ચોક્કસ બાતમીને આધારે તાલુકા પોલીસે એ શખ્સને તેના ઘર પાસેથી હદપારી ભંગના ગુન્હા બદલ દબોચી લીધો હતો. મોરબી તાલુકા પો.સ્ટે.વિસ્તારમાં પો.હેડ.કોન્સ. નગીનદાસ નિમાવત, દિનેશભાઇ બાવળિયા, અમીભાઈ વાસદડીયા અને ભરતદાનભાઈ સહિતનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો એ દરમ્યાન તેઓને મળેલી ચોક્કસ બાતમીને આધારે મોરબી, રાજકોટ શહેર-ગ્રામ્ય, સુરેન્દ્રનગર, કચ્છ-ભુજ અને જામનગર જિલ્લામાંથી એક વર્ષ માટે તડીપાર થયેલા તાલુકાના ભડિયાદ ગામે રામદેવપીરના ઢોરા વિસ્તારમાં રહેતા બુટલેગર દેવીસિંહ ઉર્ફે લાલભા પંચાણજી ઝાલાને ઉં.વ.36 તેના ઘર પાસેથી ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.