શિક્ષણ, ખેતીવાડી, આર્યુવેદ, આરોગ્ય, સમાજ કલ્યાણ, પશુપાલન સહિતના ક્ષેત્રે કુલ રૂ. 6.12 કરોડની જોગવાઈ દર્શાવી મોરબી : મોરબી તાલુકા પંચાયતનું આજે વર્ષ 2020-21નું રૂ. 10.11 કરોડની પુરાત સાથેનું બજેટ મંજુર કરવામાં આવ્યું હતું. બજેટમાં શિક્ષણ, ખેતીવાડી, આર્યુવેદ, આરોગ્ય, સમાજ કલ્યાણ, પશુપાલન સહિતના ક્ષેત્રે કુલ રૂ. 6.12 કરોડની જોગવાઈ દર્શાવી છે. મોરબી તાલુકા પંચાયતનું આજે આગામી નાણાંકિય વર્ષ 2020-21 માટે બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. જેમાં તાલુકા પંચાયતના પ્રમુખ હંસરાજભાઈ પાંચોટીયાના અધ્યક્ષ સ્થાને બજેટ માટે સાધારણ સભા યોજાઈ હતી. ટીડીઓની હાજરીમાં તાલુકા પંચાયતનું બજેટ મજૂર કરવામાં આવ્યું હતું. જેમાં ઉઘડતી સિલક કુલ રૂ. 11.47 કરોડ હતી અને આ વખતે રૂ. 4.76 કરોડની આવક દર્શાવવામાં આવી હતી. કુલ રૂ. 16.21 કરોડના બજેટમાં રૂ. 6.12 કરોડનો દર્શાવીને રૂ. 10.11 કરોડની બંધ સિલક બતાવવામાં આવી છે અને આ રીતે તાલુકા પંચાયતનું રૂ. 10.11 કરોડની પુરાતવાળું બજેટ મંજૂર કરવામાં આવ્યું હતું. આ બજેટમાં શિક્ષણ ક્ષેત્રે રૂ. 5 લાખ, ખેતીવાડી ક્ષેત્રે રૂ. 22 લાખ, આયુર્વેદ ક્ષેત્રે રૂ. 10 હજાર, આરોગ્ય ક્ષેત્રે રૂ. 5.30 લાખ, સમાજ કલ્યાણ ક્ષેત્રે રૂ.10.લાખ, પશુપાલન ક્ષેત્રે રૂ. 2 લાખ, કુદરતી આફતોને પહોંચી વળવા રૂ. 2 લાખ, ગ્રામ્ય કક્ષાએ રૂ. 30 કરોડ સહિતના ક્ષેત્રે કુલ રૂ. 6.12 કરોડની જોગવાઈ દર્શાવી છે.