મોરબી : કોંગ્રેસ શાસિત મોરબી તાલુકા પંચાયત પ્રમુખ હંસરાજભાઇ પાંચોટિયા દ્વારા પંચાયતના સ્વભંડોળમાંથી રૂ. 2.60 કરોડના કામોની ફાળવણી કરવામાં આવી હતી. કોંગ્રેસ શાસિત મોરબી તાલુકા પંચાયતની તાજેતરમાં મળેલી વાર્ષિક સભામાં તાલુકા પંચાયતના પ્રમુખ હંસરાજભાઇ પાંચોટિયાએ તાલુકાના સમતોલ વિકાસ માટે પ્રજા ઉપયોગી કામો જેવા કે સી. સી. રોડ, પેવર બ્લોક, ભૂગર્ભ ગટર, પીવાના પાણીની પાઇપ લાઈન તેમજ વિલેજ માર્ગમાં આવતા નાળા, પુલિયાના કામો માટે જે તે વિસ્તારના તાલુકા પંચાયતના સભ્યોની સાથે પરામર્શ કરી રૂ. 2.60 કરોડ જેવી માતબર રકમની ફાળવણી તાલુકા પંચાયતના સ્વભંડોળમાંથી કરવામાં આવેલ છે. આ કામોના વહેલી તકે નકશા અંદાજો ટીયર થાય અને આગામી ચોમાસા પહેલા આ કામો પુરા થાય તે પ્રકારનું નક્કર આયોજન કરવા પ્રમુખ હંસરાજભાઇએ અધિકારીઓને ખાસ તાકીદ કરી છે. આમ, મોરબી તાલુકા પંચાયત સતત પ્રજાલક્ષી કામો માટે ધારાસભ્ય બ્રિજેશ મેરેજાના માર્ગદર્શન હેઠળ કાર્યરત રહી છે. તાલુકા પંચાયતના સભ્ય અને તાલુકા કોંગ્રેસ પ્રમુખ કે. ડી. પડસુમબીયાંએ પણ સ્વભંડોળમાંથીવિકાસના કામો થાય તે માટે યોગ્ય સંકલનની કામગીરી સુપેરે પાર પાડી હતી.