તા.26 એપ્રિલે 1,29,260 મતદારો કરશે ભાજપ, કોંગ્રેસ, આપ અને બસપાના ઉમેદવારોના ભાગ્યનો ફેસલોમોરબી : મોરબી શહેરને મહાનગર પાલિકાનો દરજ્જો મળતા રવાપર, શનાળા, ઘુંટુ, મહેન્દ્રનગર, ત્રાજપર, ભડિયાદ, અમરેલી સહિતના 12 ગામ કોર્પોરેશનની હદમાં ભળી જતા મોરબી તાલુકા પંચાયતની 26 પૈકી 4 બેઠકો ઘટી ગઈ છે. આગામી તા.26 એપ્રિલના રોજ યોજાનાર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મોરબી તાલુકા પંચાયતની 22 બેઠકો માટે ચૂંટણી યોજાનાર હતી જો કે, જાંબુડિયા બેઠક બિન હરીફ જાહેર થતા હવે 21 બેઠકો માટે ભાજપ, કોંગ્રેસ, આપ અને વચ્ચે ચૂંટણી જંગ જામશે.આગામી તા.26 એપ્રિલના રોજ મોરબી જિલ્લાની પાંચ તાલુકા પંચાયત અમે જિલ્લા પંચાયતની બેઠકો માટે ચૂંટણી યોજાનાર છે જેમાં મોરબીને મહાનગર પાલિકાનો દરજ્જો મળતા મોરબી તાલુકા પંચાયતની બેઠકો ઘટીને 26માંથી 22 થઈ છે. મોરબી તાલુકા પંચાયતની 22 બેઠકો માટે 83 ફોર્મ ભરાયા હતા.જેમાં 23 ફોર્મ રદ થયા હતા અને 3 ફોર્મ પરત ખેંચાતા જાંબુડિયા બેઠક બિનહરીફ થઈ છે. હાલ 21 બેઠક માટે 56 ઉમેદવાર મેદાનમાં છે જેમાં ભાજપ અને કોંગ્રેસના 21 - 21 ઉમેદવાર ઉભા રાખ્યા છે.12 બેઠક પર આમ આદમી પાર્ટી તેમજ એક બેઠકમાં બસપા અને એક બેઠકમાં અપક્ષ ઉમેદવાર મેદાનમાં છે. મહત્વનું છે કે, કુલ 21 બેઠકમાંથી 12 બેઠકમાં મહિલા ઉમેદવાર મેદાનમાં છે.વર્ષ 2015માં કોંગ્રેસ તો વર્ષ 2021માં ભાજપની જીતમોરબી તાલુકા પંચાયતની પાછલી બે ચૂંટણીમાં એક વખત ભાજપ અને એક વખત કોંગ્રેસને જીત મળી હતી.વર્ષ 2015મા પાટીદાર અનામત આંદોલન સમયે કોંગ્રેસને 21 બેઠક અને ભાજપને 5 બેઠક મળી હતી જ્યારે વર્ષ 2021માં ભાજપે 19 બેઠક સાથે સતા મેળવી હતી અને કોંગ્રેસને માત્ર સાત જ બેઠક મળી હતી.જો કે, આ વર્ષે મહાનગર પાલિકા બનતા અનેક સીટના ગણિત વિખાઈ ગયા છે ત્યારે ભાજપ જીતે છે કે, કોંગ્રેસ તે જોવું રહ્યું.ઘુનડા બેઠક પર હંસાબેન સામે હંસાબેનમોરબી તાલુકા પંચાયતની ઘુનડા બેઠક પર ભાજપ અને કોંગ્રેસે હંસાબેન નામના ઉમેદવારને મેદાનમાં ઉતાર્યા હોય મતદારો મૂંઝવણમાં મુકાઇ તેવી સ્થિતિ છે.ભાજપે આ બેઠક પર હંસાબેન મુનાભાઈ સુરેલા અને કોંગ્રેસે હંસાબેન મહેશભાઈ પરેચાને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે.મોરબી તાલુકા પંચાયતની કુલ 22 બેઠકો માટે ભાજપ અને કોંગ્રેસ પક્ષના ઉમેદવારો● 1 આમરણ :- રાજેશ ત્રિભોવનભાઈ કાસુન્દ્રા (ભાજપ) - અંબારામ છગનભાઇ કાસુન્દ્રા (કોંગ્રેસ)● 2 બગથળા :- હરેશભાઈ વીરજીભાઈ કાંજીયા (ભાજપ) - સુરેશભાઇ નારણભાઇ બાવરવા (કોંગ્રેસ)● 3 બેલા (આ.) :- પાયલબેન વનરાજભાઈ કુંભરવાડીયા (ભાજપ) - છાયા જયેશભાઇ કુંભરવાડીયા (કોંગ્રેસ)● 4 ગાળા :- દિલીપભાઇ ભગવાનજીભાઈ દલસાણીયા (ભાજપ) - અરૃણભાઈ મગનભાઇ સનાવડા (કોંગ્રેસ)● 5 ધુનડા (સ.) :- હંસાબેન મુનાભાઈ સુરેલા (ભાજપ) - હંસાબેન મહેશભાઇ પરેચા (કોંગ્રેસ)● 6 ઘુંટુ :- સ્નેહલબેન દીપકભાઇ સોરીયા (ભાજપ) - પૂજાબેન આસિક પરેચા (કોંગ્રેસ)● 7 જાંબુડિયા :- સંદિપભા ભૂપતભા ગુઢડા (ગઢવી) (ભાજપ) - બિન હરીફ● 8 જેતપર :- કૈલાશબેન મહેશભાઇ કાલરીયા (ભાજપ) - ગીતાબેન રવિભાઈ ઘુમલ (કોંગ્રેસ)● 9 જુના નાગડાવાસ :- હેતલબા રાજદીપસિંહ જાડેજા (ભાજપ) - લીલાબા બટુકસિંહ જાડેજા (કોંગ્રેસ)● 10 ખાખરાળા :- ચંદુલાલ ત્રિભોવનભાઈ શેરસીયા (ભાજપ) - પ્રવિણભાઇ લવજીભાઇ ઉભડીયા (કોંગ્રેસ)● 11 ખાનપર :- કટેશીયા રજનીકાન્ત રામજીભાઇ (ભાજપ) - સંદિપભાઈ દિલીપભાઇ લીંબડ (કોંગ્રેસ)● 12 ખરેડા :- લોલારીયા ગણપતભાઈ માદેવભાઈ (ભાજપ) - ડાભી મહેશભાઇ માવજીભાઈ (કોંગ્રેસ)● 13 લાલપર :- કલાવતીબેન સંજયભાઈ ભીમાણી (ભાજપ) - મિનાબેન પેથાભાઇ વાઘેલા (કોંગ્રેસ)● 14 લક્ષ્મીનગર :- કંચનબેન રમેશભાઈ પાંચોટિયા (ભાજપ) - ભાનુબેન પરસોત્તમ ચૌહાણ (કોંગ્રેસ)● 15 મકનસર :- ગીતાબેન નૈમિષભાઇ વહાણેચીયા (ભાજપ) - વર્ષાબેન કાનજીભાઇ કરોતરા (કોંગ્રેસ)● 16 મોડપર :- અશોકભાઈ અવચરભાઈ બાવરવા (ભાજપ) - અલ્પેશ હસમુખભાઇ કોઠીયા (કોંગ્રેસ)● 17 નીચી માંડલ :- સોલંકી પુષ્પાબેન હરેશભાઈ (ભાજપ) - સુમિત્રા અશોકભાઇ સોલંકી (કોંગ્રેસ)● 18 પંચાસર :- કિશોરભાઇ લાલજીભાઇ પરમાર (ભાજપ) - મનસુખભાઇ અમરશીભાઈ ચૌહાણ (કોંગ્રેસ)● 19 પાનેલી :- છનાભાઈ હીરાભાઈ પાંચીયા (ભાજપ) - શીવલાલભાઈ હરીલાલ પરમાર (કોંગ્રેસ)● 20 પીપળી :- પૂનમબેન સાવનભાઇ છત્રોલા (ભાજપ) - ભાવિકા પ્રફુલભાઇ જગોદણા (કોંગ્રેસ)● 21 રાજપર :- તુલસીબેન કેતનભાઈ મારવણિયા (ભાજપ) - જલ્પાબેન ભાવિકભાઈ મેરજા (કોંગ્રેસ)● 22 વનાળીયા :- મિરા રોહિતકુમાર વિલપરા (ભાજપ) - નેહલબા ઈન્દ્રજીતસિંહ રાઠોડ (કોંગ્રેસ)મોરબી તાલુકા પંચાયતના બેઠક વાઇઝ ઉમેદવારો● 1 આમરણ : 3354 પુરૂષ મતદારો - 3141 સ્ત્રી મતદારો - 6495 કુલ મતદારો● 2 બગથળા : 3393 પુરૂષ મતદારો - 3103 સ્ત્રી મતદારો - 6496 કુલ મતદારો● 3 બેલા (આ) : 3313 પુરૂષ મતદારો - 2983 સ્ત્રી મતદારો - 6296 કુલ મતદારો● 4 ગાળા : 3223 પુરૂષ મતદારો - 3055 સ્ત્રી મતદારો - 6278 કુલ મતદારો● 5 ઘુનડા (સ) : 2439 પુરૂષ મતદારો - 2300 સ્ત્રી મતદારો - 4739 કુલ મતદારો● 6 ઘુંટુ : 3028 પુરૂષ મતદારો - 2829 સ્ત્રી મતદારો - 5857 કુલ મતદારો● 7 જાંબુડીયા : 2392 પુરૂષ મતદારો - 2135 સ્ત્રી મતદારો - 4527 કુલ મતદારો● 8 જેતપર : 3776 પુરૂષ મતદારો - 3521 સ્ત્રી મતદારો - 7297 કુલ મતદારો● 9 જુના નાગડાવાસ : 2798 પુરૂષ મતદારો - 2568 સ્ત્રી મતદારો - 5366 કુલ મતદારો● 10 ખાખરાળા : 2903 પુરૂષ મતદારો - 2717 સ્ત્રી મતદારો - 5620 કુલ મતદારો● 11 ખાનપર : 2967 પુરૂષ મતદારો - 2744 સ્ત્રી મતદારો - 5711 કુલ મતદારો● 12 ખરેડા : 2937 પુરૂષ મતદારો - 2773 સ્ત્રી મતદારો - 5710 કુલ મતદારો● 13 લાલપર : 2009 પુરૂષ મતદારો - 1896 સ્ત્રી મતદારો - 3905 કુલ મતદારો● 14 લક્ષ્મીનગર : 3400 પુરૂષ મતદારો - 3245 સ્ત્રી મતદારો - 6645 કુલ મતદારો● 15 મકનસર : 3050 પુરૂષ મતદારો - 2744 સ્ત્રી મતદારો - 5794 કુલ મતદારો● 16 મોડ૫ર : 3322 પુરૂષ મતદારો - 3064 સ્ત્રી મતદારો - 6386 કુલ મતદારો● 17 નીચી માંડલ : 2837 પુરૂષ મતદારો - 2689 સ્ત્રી મતદારો - 5526 કુલ મતદારો● 18 પંચાસર : 2911 પુરૂષ મતદારો - 2738 સ્ત્રી મતદારો - 5649 કુલ મતદારો● 19 પાનેલી :...